ગોધરા.. પ્રિ વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત 10 દિવસ બેગલેસ ડે અન્વયે વિવિધ સંસ્થાઓ,સ્થળોની વિધાર્થીઓ એ લીધી મુલાકાત

0
ગોધરા.. પ્રિ વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત 10 દિવસ બેગલેસ ડે અન્વયે વિવિધ સંસ્થાઓ,સ્થળોની વિધાર્થીઓ એ લીધી મુલાકાત 


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધો.6 થી 8 ના બાળકોને પ્રિ-વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત 10 દિવસ બેગ લેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.


જેને લઇ જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ હસ્તકની  સિવિલ લાઈન ગુજરાતી કન્યા શાળા દ્વારા 10 દિવસ દરમ્યાન વિવિધ સંસ્થાઓ,સ્થળોની મુલાકાત અને વિવિધ કારીગરો,લઘુ ઉદ્યોગો વગેરેની મુલાકાત સહિત ઇન્ડોર એક્ટિવિટી યોજાનાર છે.
ત્યારે ગતરોજ ATM,લોક વિજ્ઞાન કેન્દ્ર ,લારા હોસ્પિટલ,મેડિકલ સ્ટોર,પાંજરાપોળ ગૌશાળા,વેજીટેબલ - ફ્રૂટ માર્કેટ વગેરેની મુલાકાત કરવામાં આવી હતી સાથે કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી હતી 
આજે વાહનોમાં મુસાફરી કરી મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ધોળાકુવા,કૃષિ ઇજનેરી કોલેજ ધોળાકુવા ડી માર્ટ મોલ આર.બી. કાર્સ શોરૂમ,મહિલા આઇ.ટી.આઇ.માં મહિલા લક્ષી વિવિધ કોર્ષની જાણકારી અને માર્ગદર્શન વિધાર્થીઓ મેળવ્યું હતું 
 ધોરણ 6 થી 8 ના બાળકો,વર્ગશિક્ષકો અને શાળાના આચાર્ય  ભારતસિંહ સોલંકી આ પ્રેરણા પ્રવાસમાં જોડાયા હતા.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top