ગોધરા જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારના હસ્તે ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

0
ગોધરા જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારના હસ્તે ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું


       

ગોધરા 

     આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને,પંચમહાલ જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકોમા જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે. 

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી EVMના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર  
આશિષ કુમાર સહિત જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,નિવાસી અધિક કલેક્ટર એમ.ડી.ચુડાસમા,પ્રાંત અધિકારી સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.આજથી શરૂ થયેલ વાન પંચમહાલ જિલ્લાના ૧૧૧૭ મતદાન મથકો ખાતે ફરીને મતદારોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે.આ સાથે ઈ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે.

આ ઇ.વી.એમ. નિદર્શન વાન જિલ્લાના દરેક બુથ પર જઇને ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પુરી પાડશે. તેમજ વાનમા રાખવામા આવેલ ઇ.વી.એમ. મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવશે.એલ.ઈ.ડીના માધ્યમથી સંદેશો રજૂ કરાશે. 

મતદાર પોતે જે નાંમાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ,તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશિનમા ક્યાં આવશે, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો,તથા મત જે ઉમેદવારને આપ્યો છે તેને જ મત મળેલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે દરેક બુથ દીઠ ઇ.વી.એમ./વીવીપેટ નિદેર્શન વાન માહિતી પુરી પાડશે.પંચમહાલ જિલ્લામાં આ અગાઉ પાંચ બેઠકો વાઇઝ પાંચ વાન જાગૃતિ અર્થે વિવિધ ગામડાઓમાં ભ્રમણ કરી રહી છે. 

આ પ્રસંગે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારી,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top