પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકાના તલાવડી અને મોટી ઉભરવાણ ગામે ડીગ્રી વગર દવાખાનુ ચલાવતા બે પરપ્રાંતિય બોગસ ડોક્ટરો ને એલોપેથીક દવાઓ અને મેડીકલ ઇસ્ટુમેન્ટસના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પંચમહાલ એસ.ઓ.જી પોલીસ

0
      પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકાના તલાવડી અને મોટી ઉભરવાણ ગામે ડીગ્રી વગર દવાખાનુ ચલાવતા બે પરપ્રાંતિય બોગસ ડોક્ટરો ને એલોપેથીક દવાઓ અને મેડીકલ ઇસ્ટુમેન્ટસના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પંચમહાલ એસ.ઓ.જી પોલીસ


    નાયબ પોલીસ મહાનીરીક્ષક પંચમહાલ રેન્જ ગોધરા આર. વી. અસારી અને પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા હિમાંશુ સોલંકી દ્વારા સુચના આપવામાં આવી હતી કે 
  પંચમહાલ જીલ્લામા માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરી એલોપેથીક દવાઓ આપી લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરતા હોય તેવા બોગસ ડોક્ટરો અંગે કાયદેસર કરવા સુચના આપી હતી જે આધારે આર.એ પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ગોધરા અને એસ.ઓ.જી સ્ટાફની ટીમ બનાવી હતી 
આ ટીમ દ્વારા હેલ્થ ઓફીસરની ટીમને સાથે રાખી હાલોલ તાલુકાના તલાવડી ગામે ડીગ્રી વગર દવાખાનુ ચલાવતા. મનોજ મુકુંદભાઇ ગાઇન રહે.ગામ: તલાવડી તા.હાલોલ મુળ રહે:ગામ કુથીપરા તાલુકા. ગાયગાટા જીલ્લા. ઉતર પરગનાસ, પશ્ચિમ બંગાળ ને એલોપેથીક દવાઓ તથા મેડીકલ ઇસ્ટુમેન્ટ્સ મળી કુલ રૂા.૭૨૩૦/- ના મુદ્દામાલ સાથે હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે ડીગ્રી વગર દવાખાનુ ચલાવતાં રણજીત જિતેન્દ્રનાથ સરકાર રહે.ગામ:મોટી ઉભરવાણ તાલુકા. હાલોલ મુળ રહે:ગામઃગાજીપુર તાલુકા. ગોપાલનગર જીલ્લા .ઉતર પરગનાસ, પશ્ચિમ બંગાળ ને એલોપેથીક દવાઓ તથા મેડીકલ ઇસ્ટુમેન્ટ્સ મળી કુલ કિં.રૂા.૪૩૩૯/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી બન્ને વિરૂધ્ધ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

અનસ દાવલા ગોધરા
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top