ગોધરા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગોધરા કલેકટર કચેરી ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ..

0
સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગોધરા કલેક્ટર કચેરી ખાતે સફાઈ ઝૂંબેશ હાથ ધરાઈ


      રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે  વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

ત્યારે આજે રવિવારના દિવસે નક્કી થયેલ મુજબ સરકારી ઇમારતો અને કચેરીઓમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ગોધરા કલેકટર કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેકટર આશિષ કુમાર,નિવાસી જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા સહિત કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ કલેકટર કચેરી ના પરિસર,વિવિધ વિભાગ અને રેકર્ડ રૂમ,ફાઈલ વર્ગીકરણ કરીને સફાઈ કરી હતી.  

આ સફાઈ ઝુંબેશ અંતર્ગત કલેકટર કચેરી ખાતે કાર્યરત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કલેકટર કચેરી પરિસરની સફાઈ હાથ ધરી હતી.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top