ગોધરા શહેરના મુસ્લિમ અગ્રણી ના અવસાન થી મુસ્લિમ સમાજ મા શોક ની લાગણી.

0
ગોધરા મુસ્લિમ સમાજના અગ્રણી ના અવસાન  થી  મુસ્લિમ સમાજમાં શોકની લાગણી

ગોધરા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી મોહમ્મદ હનીફ શહેરીયા ના અવસાન થી  મુસ્લિમ સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે .મરહૂમ ની અંતિમ વિધિમાં ગ્રામ્ય, શહેર અને જિલ્લા ભર ના હિન્દૂ મુસ્લિમ સમાજના  લોકો અંતિમ યાત્રા માં જોડાયા હતા 

ગોધરા શહેર તથા જિલ્લાભરમાં હિન્દૂ મુસ્લિમ સમાજમાં પાયા નું સ્થાન ધરાવતા સરર સ્વભાવ ના મુસ્લિમ સમાજનાઅગ્રણી અને વેપાર સાથે સંકળાયેલા  હાજી મોહમ્મદ હનીફ શેહરીયા ના ટુંકી બીમારી બાદ  અચાનક અવસાન  ના સમાચાર પ્રાપ્ત થતાં સમગ્ર ગોધરા શહેરના મુસ્લિમ સમાજમાં શોક ની લાગણી ફેલાઈ જવા પામી હતી .
તેઓ એ અમદાવાદ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા અને હાજી મોહમ્મદ હનીફ  ના અવસાન ના સમાચાર ને લઈ ને તેમના પરિવાર પર આભ ટુટી પડ્યું હતું સમસ્ત પરિવાર તેમજ મહોલ્લા ના લોકો ઊંડા શોક અને દુઃખ માં સરી પડ્યા હતા.તેમની જનાજા ની નમાજ માં પંચમહાલ સહીત જીલ્લાભર ના સર્વધર્મ ના લોકો જોડાતા કોમી એકતા નું ઉદાહરણ જોવા મળયુ હતું

ગોધરા  ખાતે રહેતા 61 વર્ષીય મોહમ્મદ હનીફ હાજી શેહરીયા હર હંમેશ સામાજિક કાર્યો કરતા હતા શિક્ષણ પ્રત્યે તેઓ ને ઘણો લગાવ હતો અને તેઓ ગરીબ જરૂરીયાત મંદ બાળકો માટે હરહંમેશ ચીંતા કરતા હતા અને જરૂરીયાત મુજબ તેઓ ને મદદરૂપ થતા હતાં તેમજ ગરીબ પરિવારો ની મદદ અને અન્ય કાર્ય ક્ષેત્રે તેઓ લોકો ને તથા સંસ્થાઓ ને મદદરૂપ બનતા હતા તેઓ દરેક સમાજમાં માયાળુ સ્વભાવ ને લઈ ને જાણીતા હતા તેઓ મુસ્લિમ અગ્રણી સાથે સાથે વેપારી વર્ગમાં પણ મહત્વ નું સ્થાન ધરાવતા હતા તેમની બીમારી ને લઈ ને ગત 22 તારીખે તેઓ ને અમદાવાદ ની એક ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં  તેઓનું અચાનક અવસાન થતા સમગ્ર  મુસ્લિમ સમાજમાં ભારે શોક ની લાગણી ફેલાઈ જવા પામી હતી મૃતક ની અંતિમ વિધિમાં જીલ્લાભર ના સર્વ સમાજ ના  લોકો જોડાયા હતા તેઓ ની  અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા 

અવસાન પામનાર ના ભાઈ .મેહબૂબ હાજી શેહરીયા એ 
વધુમાં જણવ્યું હતું કે અમારા પરિવાર ના વડીલ અને અમારા મોટા ભાઈ મોહમ્મદ હનીફ હાજી ના અચાનક અવસાન થતા અમારા  પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવો એહસાસ થાય છે .અમારા માર્ગદર્શક અને શહેર અને જીલ્લાભર ની દરેક સમાજ પ્રતેય પ્રેમ ભાવ રાખનાર અમારા મોટા ભાઈ ની ખોટ અમો ક્યારેય પુરી નહિ શકીએ  પરિવારમાં હાલ ભારે શોક માં ગરકાવ થઈ જવા પામ્યો છે
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top