શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કોમર્સ કોલેજ ગોધરા નો વિજય

0
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની પાવર  લિફ્ટિંગ સ્પર્ધામાં કોમર્સ કોલેજ ગોધરા નો વિજય 

    શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની ઇન્ટર કોલેજ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં 74 kg કેટેગરીમાં શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ મા અભ્યાસ કરતા  આદિલ મો. ઇકબાલ મફત પ્રથમ ક્રમે આવતા કોલેજ સંચાલક મંડળના પ્રમુખ  ગોપાલસિંહજી સોલંકી, સેક્રેટરી અને જિલ્લા પંચાયતના પ્રમુખ  કામિનીબેન ગોપાલસિંહ સોલંકી, સંસ્થાના આચાર્ય ડો.અરુણસિંહ સોલંકી સ્પોર્ટ્સ ઇન્ચાર્જ ડો. વીણા મેડમ સહિત સમગ્ર કોલેજ પરિવારે આદિલને અભિનંદન પાઠવ્યા છે.
        
 સ્પર્ધા બાલાસિનોરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાઇ હતી જેમાં કોમર્સ કોલેજ ગોધરાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો કરતાં સૌથી વધારે વજન ઊંચકી કોલેજ માટે એક  રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને કોલેજ પરિવાર અને શહેર નુ નામ રોશન કર્યું હતું
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top