ગોધરા.. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,પંચમહાલ દ્વારા ગણપતિ વિસર્જન દરમિયાન ટ્રાફિકની સમસ્યાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ

0
ગોધરા.. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,પંચમહાલ દ્વારા ગણપતિ વિસર્જન દરમિયાન ટ્રાફિકની સમસ્યાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ         ગોધરા શહેરમાં તા.૨૪/૦૯/૨૦૨૩ના રોજ ગણપતિ વિસર્જન થનાર હોઈ આ માટે સ્થાપના સ્થળેથી નિયત કરેલ સ્થાપનાના સ્થળથી નિયત રૂટ ઉપર થઈ વિસર્જન કરવા માટે વહેલી સવારથી ગોધરા શહેરના માર્ગો ઉપરથી પસાર થનાર હોઈ ટ્રાફિકની સમસ્યા ઉભી થવાની શકયતાને ધ્યાને લઇને
 અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ, ગણેશ વિસર્જનના દિવસે એટલે કે તા.૨૪/૦૯ ૨૦૨૩ના રોજ સવારના ૦૮:૦૦ કલાકથી રાત્રીના ૨૩:૦૦ કલાક સુધી ગોધરા શહેર હદવિસ્તારમાં નીચે મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. 

(૧) વડોદરા, દાહોદ, અમદાવાદ, મહિસાગર જિલ્લા તરફથી આવતા તમામ પ્રકારના વાહનોનો ગોધરા શહેરમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

(૨) (૧)વડોદરા જિલ્લા તરફથી આવતાં વાહનો તૃપ્તિ હોટલથી હાલોલ–શામળાજી બાયપાસ, પરવડી ચોકડી થઈ પોપટપુરા ઓવરબ્રીજ 
     (૨) દાહોદ જિલ્લા તરફથી આવતાં વાહનો પરવડી ચોકડીથી બાયપાસ તૃપ્તિ હોટલથી વડોદરા રોડ 
     (૩) લુણાવાડા તરફથી આવતાં વાહનો છબનપુર ચોકડીથી પરવડી ચોકડીથી બાયપાસ તૃપ્તિ હોટલથી વડોદરા રોડ તથા
     (૪) અમદાવાદ તરફથી આવતાં વાહનો ડોકટ૨ના મુવાડાથી છબનપુર થઈ પરવડી ચોકડી બાયપાસ રોડ ઉપર અવર જવર કરી શકશે.

(૩) એસ.ટી.બસો તથા ગોધરા શહેરના વ્યકિતઓ તથા અન્ય બહાર ગામથી ગોધરા શહેરમાં આવતા જતાં વ્યકિતઓના વાહનો કંકુ થાંભલા બાયપાસ ચોકડીથી ગોવિંદી ગામ થઈ એફ.સી.આઈ.ગોડાઉન થઈ ભુરાવાવ આવ-જા કરી શકશે. ગોધરા ભુરાવાવથી પોપટપુરા ઓવરબ્રીજ સુધી એસ.ટી.બસો તથા ખાનગી વાહનો જઈ શકશે. પોપટપુરા ઓવરબ્રીજથી ભુરાવાવ ગોધરા તરફના રોડ ઉપર કોઈ પણ વાહન કે એસ.ટી.બસ આવી શકશે નહી.

(૪) લાલબાગ બસ સ્ટેન્ડથી રવિ કોર્પોરેશન તરફ જતાં નગરપાલિકાના રોડ પર તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહેશે. આ ૨ોડ ઉપ૨ ફકત લાલબાગ પાસે તળાવમાં ગણપતિ વિસર્જન ક૨વા આવતાં વ્યકિતઓ /વાહનોની અવર-જવર ચાલુ રહેશે.

       આ જાહેરનામાનો અમલ ગોધરા શહેરમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ,પુરવઠો લઈને આવતા ભારે વાહનો તથા એસ.ટી. બસો તથા સ૨કા૨ી ફરજોના કામકાજમાં રોકાયેલ વાહનોને લાગુ પડશે નહી.
       આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તે મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top