'આયુષ્યમાન ભવ:' અભિયાનનો પંચમહાલ જિલ્લામાં શુભારંભજિલ્લામાં ૧૭મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન 'સ્વાસ્થ્ય સેવા પખવાડિયા' દરમિયાન યોજાશે આરોગ્યલક્ષી શ્રેણીબદ્ધ કાર્યક્રમો

0
'આયુષ્યમાન ભવ:' અભિયાનનો પંચમહાલ જિલ્લામાં શુભારંભ
જિલ્લામાં ૧૭મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન 'સ્વાસ્થ્ય સેવા પખવાડિયા' દરમિયાન યોજાશે આરોગ્યલક્ષી શ્રેણીબદ્ધ કાર્યક્રમો

ગોધરા 
    'આયુષ્યમાન ભવ પોર્ટલ'નું રાષ્ટ્રીય કક્ષાએ લોન્ચિંગ કરતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુના જીવંત પ્રસારણ કાર્યક્રમની સાથે સાથે,ગોધરાના આંબેડકર ભવન ખાતે આયોજિત 'આયુષ્યમાન ભવ શુભારંભ કાર્યક્રમ'માં જિલ્લા કક્ષાના મહાનુભાવોએ જિલ્લાના ક્ષયની સારવાર લઈ રહેલા દર્દીઓને દત્તક લેનાર 'નિક્ષય મિત્રો' ને સન્માનિત કર્યા હતા. મહાનુભાવોએ જિલ્લાના આરોગ્યકર્મીઓને પરિણામલક્ષી કાર્ય સાથે, જરૂરિયાતમંદો સુધી સુપેરે આરોગ્ય સેવાઓ પહોંચાડવાની અપીલ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ 'ઓર્ગન ડોનેટ' કરવા અંગેની પ્રતિજ્ઞા સાથે કાર્યારંભ કર્યો હતો. પંચમહાલ જિલ્લામાં સી.ડી.એચ.ઓ  ડૉ.એમ.આર.ચૌધરી, એ.ડી.એચ.ઓ  ડૉ.જે.પી. પરમાર તથા ટી.એચ.ઓ ડો.એન.એમ ડામોર ઉપસ્થિત રહી, તા.૧૭ મી સપ્ટેમ્બર થી તા.૨ જી ઓક્ટોબર દરમિયાન આયોજિત 'સ્વાસ્થ્ય સેવા પખવાડિયા' ની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ , આભા હેલ્થ કાર્ડ અને પી. એમ. એમ. વી. વાય. ના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલીમેશન પ્રોગ્રામ (NTEP ) હેઠળ નિક્ષય મિત્રોનું સન્માન પણ કરાયું હતું.


     ઉલ્લેખનીય છે કે 'આયુષ્માન ભવઃ' કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અસરકારક રીતે પહોંચી શકે તે માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. પ્રજાજનોને આરોગ્યની યોજનાઓથી અવગત કરવા, તેમજ યોજનાઓનો ૧૦૦ ટકા લાભ પહોંચાડવા માટે તા.૧૭મી સપ્ટેમ્બરથી જિલ્લામાં 'આયુષ્માન ભવઃ' અભિયાન હાથ ધરાશે. 


     આ દરમિયાન તા.૧૭મી સપ્ટેમ્બરથી તા.૨જી ઓક્ટોબર દરમિયાન વિવિધ આરોગ્યને લગતી સેવાઓ જેવા કે આયુષ્માન કાર્ડનો કેમ્પ, રક્તદાન શિબિર સહિત વિવિધ કેમ્પના આયોજનો કરવામાં આવશે. 


'આયુષ્યમાન ભવ:' કાર્યક્રમ હેઠળ નિયત કરાયેલા તમામ મુદ્દાઓનું સચોટ અમલીકરણ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.

 જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ યોજનાઓની માહિતી, તેમજ મળવાપાત્ર લાભો લાભાર્થીઓ સુધી પહોંચે, અને એક પણ લાભાર્થી તેનાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.


      જિલ્લાના આરોગ્ય વિભાગે 'આયુષ્માન ભવ: સેવા પખવાડિયા' દરમિયાન આરોગ્યની વિવિધ સેવાઓની પ્રવૃતિઓ સાથે, ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ પર સ્વછતા અભિયાન, ઓર્ગન પ્લેજ ડ્રાઈવ, અને રક્તદાન શિબિર જેવી પ્રવૃત્તિઓ પણ કરવામા આવશે, તેમ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મયોગીઓ તેમજ લાભાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top