ગોધરા બી.આર.જી.એફ ભવન ખાતે શિક્ષક દિન અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણની ઉજવણી કરાઈ

0
ગોધરા બી.આર.જી.એફ ભવન ખાતે શિક્ષક દિન અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણની ઉજવણી કરાઈ


ગોધરાન
બી.આર.જી.એફ ભવન ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષતામાં શિક્ષક દિન અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણની ઉજવણી કરાઈ હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત થકી કરાઈ હતી. 
આ સાથે વિવિધ મહાનુભાવોના હસ્તે પંચમહાલ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ ૦૪ શિક્ષકોને પારિતોષિક આપીને જાહેરમાં સન્માનિત કરાયા હતા.મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત મેરીટમાં આવેલ ૦૫ તથા કોમન એન્ટ્રસ ટેસ્ટમાં તેજસ્વી ૦૫ કુલ મળીને ૧૦ વિધાર્થીઓનું સન્માન કરાયું હતું.જિલ્લાની ૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓને સન્માનિત કરાઈ હતી. 
         ૫મી સપ્ટેમ્બરએ ભારતનાં શ્રેષ્ઠ શિક્ષક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.
તેઓ એક શ્રેષ્ઠ શિક્ષક, વિચારક અને સ્વતંત્ર ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર બાદ બીજા રાષ્ટ્રપતિ તરીકે નિમણુક પામેલ હતા. ગુજરાત માટે શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવાઓ માટે શિક્ષકોને પારિતોષિક આપવાની યોજના અમલમાં હતી પરંતુ આ યોજનાનો વ્યાપ વધારવાનાં હેતુસર તથા શિક્ષકોને તાલુકા, જિલ્લા કક્ષાએ પુરતા પ્રમાણમાં પુરસ્કૃત કરવાથી શિક્ષકોને તેમની કામગીરીમાં ઉત્તેજન મળે તે હેતુથી નવી યોજના રાજ્યના શિક્ષકોને તાલુકા/જિલ્લા તથા રાજ્યકક્ષાએ પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાએ નામાભિધાન સાથે યોજના શરૂ કરવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top