પંચમહાલ જિલ્લામાં "મારી માટી,મારો દેશ"કાર્યક્રમ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

0
પંચમહાલ જિલ્લામાં "મારી માટી,મારો દેશ"કાર્યક્રમ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ગોધરા 
   આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 'મારી માટી, મારો દેશ' કાર્યક્રમ તથા આવતીકાલે ૯ ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે આજરોજ ગોધરા સ્થિત કલેકટર કચેરી,સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા અને પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
              'મારી માટી, મારો દેશ' કાર્યક્રમની ઉજવણી અને રૂપરેખા સંદર્ભે જિલ્લા કલેકટર આશિષ કુમારે પંચમહાલ જિલ્લાના મીડિયાકર્મી મિત્રોને માહિતી આપતા જણાવ્યું કે,
તારીખ ૯ ઓગસ્ટ થી ૩૦ ઓગસ્ટ સુધી 'મારી માટી, મારો દેશ' કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાની ૫૨૫ ગ્રામ પંચાયતો અને ૧૩૧ ગામો મળી કુલ ૬૫૬ ગામોમાં વીરોને નમન કરવાના હેતુથી દરેક પંચાયતમાં શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે.આ તકતીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ સહિતની વિગતો હશે.
            તેમણે કહ્યું કે,પંચમહાલ જિલ્લામાં ' મારી માટી, મારો દેશ' અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે.જિલ્લાની ૫૨૫ ગ્રામ પંચાયતો ખાતે પાંચ થીમ આધારિત કાર્યક્રમ યોજાશે.જ્યારે ૧૩૧ ગામોમાં ચાર થીમ આધારિત કાર્યક્રમ યોજાશે.દરેક ગામમાં ૭૫ વૃક્ષોનું વાવેતર કરાશે.બહાદુર વીરોની સ્મૃતિમાં સ્મારક, પંચપ્રણની પ્રતિજ્ઞા,વેબસાઈટ પર સેલ્ફી અપલોડ સહિત ઉજવણી કરાશે.આ સાથે જિલ્લામાં ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ પણ યોજાશે. 
            પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાએ માહિતી આપતા કહ્યું કે, 'મારી માટી,મારો દેશ'
કાર્યક્રમ દરમિયાન જિલ્લાની શાળાઓમાં પ્રભાતફેરી, વકૃત્વ સ્પર્ધા, ધ્વજારોહણ અને વૃક્ષારોપણ કરાશે.જિલ્લામાં કુલ ૮૯ અમૃત સરોવર,૩૩૪ ગામ તળાવો,૩૬ પંચાયતની ઘરની પાસે,૬૬ શાળાઓ ખાતે કુલ મળી ૬૫૬ ગામોમાં ૫૦ હજાર સ્વદેશી રોપાઓનું વાવેતર કરાશે.આ માટે જિલ્લાની ૪૬ નર્સરીઓમાંથી રોપાઓનું વિતરણ કરાશે.દરેક ગામમાં અમૃત વાટિકા તૈયાર કરાશે.જિલ્લામાં ૧૦ વીર શહીદોની તકતીઓ સાથે સન્માન કરાશે.જિલ્લામાં ૫૨૫ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામ સભાનું આયોજન થશે સાથે આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પ પણ યોજાશે.તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પોલીસ માર્ચ ફ્લેગ પણ યોજાશે.જિલ્લામાં ૯ થી ૧૫ ઓગષ્ટ સુધી ગ્રામ પંચાયતો ખાતે, તા.૧૬ થી ૨૦ ઓગષ્ટ દરમિયાન તાલુકા કક્ષાએ,તા.૨૧ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન જગ્યાઓની ઓળખ, ૨૭ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન કર્તવ્યપથ, દિલ્હી ખાતે ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ યોજાશે.ગામની માટીને તાલુકા ખાતે તથા ત્યાંથી ધાતુના કળશમાં ૨૭ ઓગષ્ટના દિલ્હી ખાતે જીલ્લાના સાત નાગરિકો લઈને જશે. 
                જિલ્લામાં તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તા.૧૬ ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નજીક જાફરાબાદ ખાતે તથા તાલુકા પંચાયત હાલોલ ખાતે કાર્યક્રમ યોજાશે.તા.૧૭ ઓગસ્ટના રોજ મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં, જાંબુઘોડા ખાતે તા.૧૮ ઓગસ્ટના રોજ તાલુકા પંચાયત કચેરી,કાલોલ અને ઘોઘંબા ખાતે, ૧૯ ઓગસ્ટના રોજ તાલુકા પંચાયત કચેરી,શહેરા અને ૨૦ ઓગસ્ટના રોજ મોરવા હડફ તળાવ પાસે કાર્યક્રમ યોજાશે.આ સાથે તમામ તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયત ખાતેથી આવેલ કળશ એકત્રિત કરવામાં આવશે. 
                સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણાએ જણાવ્યું કે,દરેક ગ્રામ પંચાયતો સહિત વિવિધ સ્થળો ખાતેથી સેલ્ફી અપલોડ કરવામાં આવશે.નાગરિકોએ પ્રતિજ્ઞા લઇ સેલ્ફી ક્લિક કરે અને https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર અપલોડ કરે આ અંગેની વિગતો https://yuva.gov.in/વેબસાઇટ પર ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. 
                વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલે માહિતી આપતા જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૩ની આવતીકાલે જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે.જિલ્લાના કુલ ૫૮૨ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયની ચૂકવણી કરાશે જેમાં ૧૪૧ કામોનું ખાતમુહૂર્ત અને ૭૨ કામોનું લોકાર્પણ પણ કરાશે.
જિલ્લાના ૧૧,૩૬૬ આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય અંતર્ગત ઇ-પેમેન્ટ થકી  રૂ.૧૯૩.૧૦ લાખની સહાય સહિત વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top