ગોધરા. ગોન્દ્રા ગુજરાતી મિશ્ર શાળા ના નવીન છ ઓરડાઓનો ખાતમુર્હુત કરવામા આવ્યું

0
ગોધરા.. ગોન્દ્રા ગુજરાતી મિશ્ર શાળા, ખાતે નવીન છ ઓરડાઓનો ખાતમુર્હુત કરવામાં આવ્યું 


,ગોધરા 
              પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ હસ્તકની ગોન્દ્રા ગુજરાતી મિશ્ર શાળા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને અને મહાનુભાવોના હસ્તે નવીન છ  ઓરડાઓનો ખાતમુર્હુત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

અત્યારે આ શાળામાં બાલવાટિકા થી લઈને ધોરણ ૮ સુધી કુલ ૧૫૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.શાળામાં કુલ સાત શિક્ષકો અભ્યાસ કરાવે છે.શાળામાં ગુણોત્સવ ગ્રેડ પત્રક અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૭૫% સાથે શૈક્ષણિક અને ભૌતિક રીતે શાળા 'એ' ગ્રેડ ધરાવે છે. હવે પછી,નવીન ઓરડાઓ બનતા વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. 

           આ સમારોહમાં જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ બી.પરમાર,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ રાઠવા,જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ,શાળા ના શિક્ષકો જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,નગરપાલીકા પ્રમુખ સંજયભાઈ સોની વોર્ડ નંબર 10 પાલિકા સભ્યો માજી પાલિકા સભ્ય યાકૂબ બક્કર તપેલી સહિત વિવિધ મહાનુભાવો,પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top