ગોધરા.. નેશનલ સ્પોર્ટ્સ ડે'ની ઉજવણી સંદર્ભે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

0
ગોધરા.. નેશનલ સ્પોર્ટ્સ ડે'ની ઉજવણી સંદર્ભે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


ગોધરા 

             'નેશનલ સ્પોર્ટ્સ ડે'ની ઉજવણી સંદર્ભે  પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,સભાખંડ,ગોધરા ખાતે વિવિધ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. 
            આ બેઠકમાં જિલ્લાની દરેક શાળામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે તથા વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લે માટે પ્રયત્નો કરવા,રમત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રુચિ કેળવાય તથા રમત ગમત થી થતા ફાયદા વિશે માહિતી આપવી,રમત ગમત ક્ષેત્રે આગળ વધેલા વિવિધ રમતવીરોને પ્રોત્સાહિત કરવા સહિતની ચર્ચા કરાઈ હતી.જિલ્લા કલેકટરે રમતવીરોને રમત ગમતના સાધનો,કોચિંગ સુવિધા પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા સબંધિતોને અનુરોધ કર્યો હતો. 
              જિલ્લા કલેકટર દ્વારા તીરંદાજી રમતમાં જીલ્લાનું નામ રોશન કરનાર ઘોઘંબા તાલુકાના બોર ગામની બારીઆ પ્રેમિલા અને રાઠવા અમિતાબેનને પ્રોત્સાહિત કરીને અભિનંદન પાઠવ્યા હતા.
              આ બેઠકમાં આર્ચરી,એથ્લેટિક્સ,કબડ્ડી,ટેબલ - ટેનિસ, શૂટિંગ, ફુટબોલ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top