પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામે આદિવાસી દિવસ ની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામે આદિવાસી દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
       
        ભારત સહિત સમગ્ર વિશ્વમાં રહેતા મૂળનિવાસી સમુદાયનું આર્થિક,સામાજિક અને રાજકીય રીતે ઉત્કર્ષ થાય ,આદિવાસી સમુદાય અન્ય સમુદાયની હરોળમાં આવે માટે ૯ મી ઓગસ્ટ ને "યુંનો" દ્વારા આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે દર વર્ષે આ દિવસે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરા ગામે આદિવાસી સમાજ પરંપરાગત વેશભૂસા માં હાથમાં તીરકામઠાં તલવાર ભાલા જેવા હથિયાર સાથે રેલી યોજી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા 
          મોરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી સમાજ ની રેલીનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું 
આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી ભાઈઓ માટે નાસ્તો અને ઠંડાપીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી  આદિવાસી સમાજ અને મુસ્લિમો સમાજ વચ્ચે ભાઈચારો અને સદ્ભાવના ના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા આ કાર્યક્રમમા આદિવાસી સ્વતંત્રસેનાની બિરસામુંડા ની પ્રતિમા ની સ્થાપના કરવા માટે જમીન અને રોકડ 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત મુસ્લિમ અગ્રણી સલાઉંદીન ગુરજી દ્વારા કરવામાં આવી હતી
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top