શહેરા તાલુકાના બોરિયા ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

1     પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ખાતે આવેલી ઉન્નતિ વિદ્યાલય મા વિધાર્થીઓના આરોગ્ય ચકાસણીનો કેમ્પ યોજાયો હતો.
તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ દ્વારા ચાલતી જનરલ આરોગ્ય ચકાસણી દરમિયાન કુલ ૫૧૫ બાળકોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી. 
 
કમ્યુનિટી હેલ્થ સેન્ટર શહેરાના આંખના નિષ્ણાંત દ્વારા તપાસ કરતા આ વિધાર્થીઓ માંથી કુલ ૦૮ વિધાર્થીઓ ને સંભવિત આંખોના નંબર રીફ્રેક્ટિવ એરર જણાઈ આવતા તેઓના ચશ્મા માટે આગળની કામગીરી કરવામાં આવી હતી. ૦૧ વિધાર્થી ને આંખોમાં મોતિયાની તકલીફ જણાઇ આવતા તાજપુરા   આંખની હોસ્પિટલમાં ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યું હતું અને ૦૨ વિધાર્થીઓ ને આંખોની વધારે તકલીફ જણાઈ આવતા ,વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
Tags

Post a Comment

1 Comments
Post a Comment
To Top